Mother Teresa

Posted by Hapaliya Dhruvi | 26th August 2017

 
માનવતાવાદી, ગરીબ અને અસહાયોના બેલી - મધર ટેરેસા
મધર ટેરેસાનો જન્મ ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ માં થયો હતો. તેમનું નામ આગ્રેશ હતું. તેમને નાનપણથી જ સારા સંસ્કાર મળ્યા હતા. તેમને પોતાનું જીવન પ્રભુ ઈસુના ચિંધેલા માર્ગે જીવવું હતું. ૧૮ વર્ષની ઉમરે તે નોરેટો મંડળમાં દાખલ થયા ત્યારે તેમને લોહેકસના સંત ટેરેસાનું નામ પસંદ કર્યું. તેમને ડબ્લીનમાં તાલીમ પૂરી કરી અને ૧૯૨૮માં તે ભારત આવ્યા. કોલકતાની કોન્વેન્ટ સ્કૂલમાં છોકરીઓને ભણાવતા, પરંતુ કોલકતાના ગરીબ, માંદા લોકોની પરિસ્થિતિથી તે પુરેપુરા વાકેફ હતા. તેમની સેવા કરવાની તેમને અદમ્ય ઈચ્છા હતી. ૧૯૪૬માં તે રિટ્રીટ – પ્રાથના માટે દાર્જ્લીંગ જતા હતા ત્યારે તેમને અંતરાત્માનો સાદ સંભાળ્યો, મારે આ દુખીજનોની, ગરીબોની સેવા કરવી જોઈએ. ત્યારથી મિશનરીઝ ઓફ ચેરિટીની શરૂઆત થઈ. તેમને કાળી માતાના જુના મંદિરના પટાંગણમાં માંદા અને તરછોડાયેલા લોકોની સેવા કરવાનું શરુ કર્યું. તે ભીખ માંગીને, ખોરાક અને દવા માંગતા. એકવાર એક વેપારીએ મધર ટેરેસા ને પૈસા કે મદદ આપવાને બદલે તેમના હાથ પર થુંક્યા પરંતુ મધર ટેરેસાએ તેમને કહ્યું “આ થૂક તો મારા માટે આવ્યું હવે આ બીમાર લોકો માટે કઈક આપો”. અને પેલા વેપારીનું મન બદલાઈ ગયું. આમ મધર ટેરેસા સર્વે કામ બીજા માટે કરતા. બીજા એક પ્રસંગે તેમને એમના એક મિત્રે કહ્યું . “મને તમે પુષ્કળ પૈસા આપો તો પણ હું આ સડી ગયેલા રક્તપિતથી પીડાતા માણસને ન અડું. મધર ટેરેસા એ કહ્યું; હું પણ ના અડું, પણ હું આ બધું ઈસુના પ્રેમને લીધે કરું છું અને કરીશ. મધર ટેરેસા દરેકમાં પ્રભુ ઈસુને જોતા. માનવતા અને પરોપકારના કાર્ય માટે ૧૯૮૦માં ભારતથી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
તેમણે ૫મી સપ્ટેમ્બર, ૧૯૯૭માં ચીર વિદાય લીધી. આજે પણ તેમનું જીવન ઘણાને પ્રેરણા આપે છે. હાલ એમના મંડળની ઘણી સિસ્ટરો ઘણા દેશોમાં તેમનું સેવાકાર્ય આગળ ધપાવવા પોતાનું સર્વસ્વ અર્પણ કરી રહ્યા છે.
 
હાપલીયા ધ્રુવી 
વિદ્યાર્થી, 
રાજકોટ 
 

Read Full Post »