Best Wishes for Cheti Chand

Posted by The Open Page | 19th March 2018


 આપણા ભારતીય ધર્મગ્રંથોમાં કહેવાય છે કે જયારે ધરતી પર આત્યાચાર અને અધર્મ વધે છે, આસુરી વૃત્તિઓ માઝા મુકે છે અને માનવીય મૂલ્યોનો લોપ થાય છે ત્યારે ત્યારે ઈશ્વર કેરને કોઈ રૂપે પૃથ્વી પર અવતરિત થાયને ધર્મની રક્ષા કરે છે.
ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે જયારે જયારે ધરતી પર ધર્મ દુર્લભ થાય છે અને અધર્મ સબળ બને છે ત્યારે હું ધર્મની રક્ષા માટે જન્મ લઉં છું. 
આવા જ એક ધર્મરક્ષક સર્વધર્મ સમભાવની લાગણી ને સમાજમાં ફેલાવવા અને ધર્મની રક્ષા કરવા ચિત્રમાસની બીજના દિવસે અવતરિત થયા તે ભગવાન ઝુલેલાલ. ભગવાન ઝુલેલાલના અવતરણની કથા જાણવા જેવી છે. સિંધ પ્રદેશમાં મિરખ શાહ નામે રાજા રાજ કરતો હતો. તે ખૂબ દંભી, અસહિષ્ણુ અને ક્રૂર હતો. તે પોતાની પ્રજા પર અત્યાચાર ગુજારતો અને ધર્મપરિવર્તન કરવા માટે તેમને વિવશ કરતો. આમ પ્રજા આવા રાજાથી ખૂબ ત્રાહિત હતી અને આ ક્રૂર રાજાના અત્યાચારમાંથી મુક્તિ મેળવવા ઝંખતી હતી. તેથી પ્રજાએ મુક્તિ મેળવવા ઈશ્વરનું શરણું લીધું. સીધું નદીના તટે તેમણે જપ તાપ કર્યું, પ્રભુનું સ્મરણ કર્યું. પ્રજાનો આત્નાદ સાંભળી વરુણ દેવે મત્સ્ય એટલે કે માછલી ઉપર સવાર થાયને દર્શન આપ્યા અને એવી આકાશવાણી થઈ કે પ્રજાના દુઃખ હરવા પ્રભુ નસરપુરના ઠાકુર રતનરાયના ધારે દેવકીના ઘરે જન્મ લેશે અને તે બાળક સૌની મનોકામના પૂર્ણ કરશે. સમય વીતતાં નસરપૂર્ણ ઠાકુર રતનરાયના ઘરે દેવકીની કૂખે ચૈત્ર સુદ બીજ શુક્રવારના દિવસે એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ રખાયું ઉદયચંદ. આ દૈવી બાળકના જન્મની મિરખશાહને જાણ થઈ ત્યારે પોતાનો અંત નજીક છે એમ માની બાળકને મારી નાખવાની યોજના તેણે બનાવી.બાદશાહ મિરખશાહ પોતાના સૈન્યને લ ઈ રાતાન્રાયને ઘરે પહોચ્યો અને બાળકને પકડવા પ્રયત્ન કર્યો પરંતુ ભગવાન ઝુલેલાલજીએ પોતાની કરામત બતાવી અને અદ્રશ્ય થઈ ગયા. તેમની સામે મિરખશાહની ફોજની તાકાત પાંગળી બની ગઈ. તેમને સિહાંસન પર બિરાજેલ ઉદયચંદ એટલે કે ઉદેરોલાલના દિવ્ય પુરુષના રૂપમાં દર્શન થયા.
ઉદેરોલાલે કિશોર અવસ્થામાં જ પોતાનું દૈવી પરાક્રમ દર્શાવી જનતાને આશ્વસ્ત કરી. ઉદેરોલાલે બાદશાહને સંદેશો મોકલ્યો કે શાંતિ જ પરમસત્ય છે પરંતુ બાદશાહ મિરખે ફરી ઉદેરો લાલ પર આક્રમણ કર્યું. બાદશાહનો પરાજય થયો અને તેણે ઉદેરોલાલના ચરણોમાં સ્થાન માગ્યું. ઉદેરોલાલે તેને સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો અને મિરખ શાહ ઉદયચંદનો શિષ્ય બની ધર્મ પ્રચારના કાર્યમાં જોડે ગયો. 
ભગવાન ઝૂલેલાલજીને જળ અને જ્યોતિ એટલે કે અગ્નિના અવતાર માનવામાં આવે છે. તેમનું વાહન માછલી છે. ભક્તો તેમને ઉદેરોલાલ, ઘોડેસવારો, જીન્દપીર, લાલસાઈ, પલ્લેવારો, જ્યોતીનવારો, અમરલાલ વગેરે નામથી પણ પૂજે છે. ઝૂલેલાલ સાહેબ જળ અને અગ્નિનો અવતાર છે તેથી છે ચેટીચાંદ નિમિતે લાકડાનું મંદિર બનાવીને તેમાં સવકિલો લોટ બાંધીને તેનું કોડિયું બનાવી લાકડાના મંદિરમાં તે કોડિયું મૂકી તેમાં ચાર જ્યોત પ્રગટાવવામાં આવે છે. આ મંદિરને બરીહાના સાહેબ પણ કહેવામાં આવે છે. મંદિરને શ્રધ્ધાળુ ભક્તો ચેટીચાંદના દિવસે માથા પર ઊંચકી વરુણદેવની સ્તુતિ કરે છે. મંદિર લઈ તેમાં ઝુલેલાલ્જીની મૂર્તિ સ્થાપી તેને ઘરેઘરે ફેરવે છે. બીજા દિવસે મંદિરમાં પ્રગટાવેલ દીવો દરિયામાં પધરાવી દેવામાં આવે છે.
સિંધીભાઈઓ ચૈત્રમાસની બીજના દિવસે બહુ હર્ષોલ્લાસથી ચેટીચંડ – ચેટીચાંદ ઉજવે છે. આ દિવસે વહેલી સવારે તેઓ પ્રભાત ફેરી કાઢે છે, દરિયા કિનારે ઝુલેલાલજીની પૂજા કરે છે અને ઝુલેલાલજીના મંદિરમાં ભજન – કીર્તન કરે છે.
આ દિવસ વેપારીઓ નવા ચોપ્દોના શ્રી ગણેશ કરે છે. ચેટીચંડને સિંધી સમાજ સિંધી દિવસ તરીકે પણ ઉજવે છે. ચેટીચાંદના બીજા દિવસે મોટું સરઘસ પણ કાઢવામાં આવે છે. પ્રસાદ અને શરબતની લહાણી પણ થાય છે. ઝુલેલાલ મંદિરોમાં ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે. માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ સંપૂર્ણ વિશ્વમાં ચેટીચંડ (ચેટીચાંદ) નો તહેવાર પરંપરાગત હર્ષોલાસથી મનાવાય છે.
સિંધપ્રાંતમાં ખૂબ રંગેચંગે ચેટીચાંદ ઉજવાય છે.
આ ઉત્સવ સર્વધર્મ સમભાવના પ્રતિક સમાન છે. આપ સૌને ચેટીચાંદની શુભકામનાઓ. 
 

Read Full Post »